GujaratSaurashtra

દ્વારકાના આ ટાપુ પર લોકોના અવર-જવર પર પ્રતિબંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય..

દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. દરિયાના રસ્તે થતી દેશ-વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યોછે. કલેક્ટર દ્વારા દરિયા કિનારે આવેલા 21 ટાપુઓ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે 3 જૂન સુધી લોકોને અવર-જવર ન કરવા માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં કુલ 24 ટાપુ આવેલા છે જેમાં માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત રહેલી છે. જ્યારે 22 ટાપુઓ પર માનવ વસાહત રહેલ નથી. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટર દ્વારા 21 ટાપુઓ પર લોકોની અવર જવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેશની સુરક્ષાની દ્વષ્ટિએ નિર્જન ટાપુ પર જવા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે.

તેની સાથે 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત દ્વારા ધાર્મિક પ્રવૃતિના નામે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં ન આવે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. એવામાં હવે તારીખ 03 જૂન 2024 સુધી 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી દેવામાં આવી છે.