ગુજરાતમાં આપને મોટો ફટકો, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
સુરતમાં આમ આદમી પાર્ટીની ચૂંટણીમાં ગત વિધાનસભામાં દબદબો જોવા મળ્યો હતો. તેમાં પાસ માંથી આપ માં આવેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ને ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ અપાઈ હતી. તેમ છતાં વિધાનસભામાં બન્નેને હાર મળી હતી. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ જ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહેલા આપ ના ધાર્મિક અને અલ્પેશ દ્વારા પ્રાથમિક સભ્ય પદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે.
જાણકારી મુજબ, પાટીદાર અનામત આંદોલનને સુરત સહિત સમગ્ર રાજ્યમાં બનાવી રાખવામાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા અગ્રેસર રહ્યા હતા. તે સમયે રાજકારણમાં કોંગ્રેસ ને સપોર્ટ કર્યા બાદ આપને પાલિકાની ચૂંટણીમાં પાસ દ્વારા સપોર્ટ જાહેર કર્યો હતો. તેના લીધે પાલિકામાં ઘણી બેઠકો આપ ને પ્રાપ્ત થઈ હતી. જ્યારે પાસ ના મુખ્ય ચહેરા એવા અલ્પેશ ઉર્ફે ગબ્બર દ્વારા વિધાનસભામાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણી સામે ચૂંટણી લડવામાં આવી હતી. જેમાં તેમણે હાર મળી હતી. જ્યારે ઓલપાડ બેઠક પરથી ધાર્મિક ને હાર મળી હતી.
તેની સાથે રાજીનામાને લઈને ધાર્મિક માલવિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, આમ પણ અમે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય રહ્યા નહોતા. આ કારણોસર અમારા રાજીનામા ને લઈને કોઈ ઊહાપોહ ન થાય તે સ્વાભાવિક રહેલ છે. પરંતુ અમે સામાજિક સંસ્થાઓ અને કાર્યો સાથે વિશેષ સંકળાયેલા છીએ એટલે હાલમાં અમે આપમાંથી વિદાય લ્દીહી છે. લોકસભાને લઈને રાજીનામું આપ્યાનું કોઈ વિશેષ કારણ રહેલ નથી. આગામી સમયમાં ફરી જ્યારે સમાજને જરૂર હશે ત્યારે કોઈપણ પાર્ટીમાંથી ફરી રાજકારણમાં જોડાશું.