SaurashtraGujaratRajkot

પુરુષોત્તમ રૂપાલા વિરોધ યથાવત, ધોરાજીમાં ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો એ ભાજપમાંથી આપ્યા રાજીનામા

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે. એવામાં રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે આજે આ બાબતમાં ધોરાજી તાલુકાના અનેક ભાજપના ક્ષત્રિય આગેવાનો દ્વારા રાજીનામાં પણ આપી દેવામાં આવ્યા છે. ધોરાજીના બાપુના બાવલા ચોક ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની ભારે ભીડ જોવા મળી હતી. તેની સાથે બાય બાય ભાજપના સૂત્રોચ્ચાર કરી રાજીનામા આપવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ધોરાજી ભાજપ તાલુકા ઉપપ્રમુખ, તાલુકા ભાજપ મંત્રી, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ અને યુવા ભાજપ મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પરથી ક્ષત્રિય આગેવાનો દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા હતા. તેની સાથે ધોરાજી તાલુકાના તમામ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓ દ્વારા પણ રાજીનામા આપવામાં આવ્યા હતા.

તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતી વ્યાપી વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં ભાજપ દ્વારા રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવવામાં આવ્યા નથી. ક્ષત્રિય સમાજ દ્વારા સ્પષ્ટ કરી જણાવી દેવામાં આવ્યું છે કે, જો ભાજપ પાર્ટી અમારી લાગણી સમજશે નહીં તો આગામી દિવસોમાં આંદોલનના પાર્ટ-૨ ની શરૂઆત થશે.