વલસાડ જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણીની પત્રિકાનો વિવાદ, એકની અટકાયત
વલસાડ જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણીની પત્રિકાથી વિવાદ ઉભો થયો હતો. દરગાહમાં “હનુમાનજીની કબર ખોલવામાં આવશે” તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. પત્રિકા છપાવી લોકોને દરગાહમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતુ. હનુમાનજી અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવતા હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, વલસાડના રાબડા ગામની સરકાર હજરત જોરાવર પીર બાબા દરગાહમાં પત્રિકા છપાવવામાં આવી હતી. જેમાં “હનુમાનજીની કબર ખોલવામાં આવશે” તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા પત્રિકા છપાવનાર આરોપી ચેતન બાપુની અટકાયત કરવામાં આવી છે. ચેતન બાપુની અટકાયત કરીને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવા આવે તેની હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હિન્દુઓની આસ્થા સમાન હનુમાનજી ઉપર વિવાદિત ટિપ્પણી કરવામાં આવતા હિન્દુ ધર્મની લાગણી દુભાવવામાં આવી હતી. ચેતન બાપુ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે. હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે છપાવવામાં આવેલી આ પત્રિકા વાઇરલ થઈ ગઈ હતી. ત્યાર બાદ આ પત્રિકાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.