ગાંધીનગરના રણાસણ સર્કલ પાસે આઈસર ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, પતિની નજર સમક્ષ પુત્રી અને પત્નીનું મૃત્યુ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાની ઘટના સતત સામે આવતી રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ગાંધીનગરથી સામે આવ્યો છે.
ગાંધીનગર શહેર પાસે રણાસણ સર્કલ નજીક ફૂલ ઝડપે આવી રહેલી ટ્રક દ્વારા બાઈક સવાર પરિવારને અડફેટે લેવામાં આવ્યો હતો. જેમાં માતા અને પુત્રી નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પિતાને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જી ને ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો.
તમને જણાવી દઈએ કે, રાજસ્થાનથી અમદાવાદમાં રોજગારી માટે એક પરિવાર બાઈક પર અમદાવાદ તરફ આવી રહ્યો હતો. એવામાં લીંબડીયા પાસે પરિવાર પહોંચતા એક આઇસર ચાલક દ્વારા બાઇકને અડફેટે લેવામાં આવ્યું હતું. તેના બાઈક રોડ સાઈડમાં જઈને પટકાયું હતું. તેના લીધે બાઈક ઉપર સવાર પતિ, પત્ની અને બાળકી ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં પત્ની અને બાળકની નુ કરુણ મૃત્યુ નીપજ્યું હતુ. આ અકસ્માત બાદ આઈસર ચાલક નાસી ગયો હતો. આ મામલામાં ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર શહેરના રણાસણ સર્કલ પાસે થયેલા આ અકસ્માતમાં માતા અને પુત્રીના મૃત્યુ નીપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી જાણકારી અનુસાર, રાજસ્થાનના ડુંગરપુર ખાતે ગોરદા ગામમાં રહેનાર રાજુભાઈ શંકરભાઈ મજૂરી કરીને જીવન પસાર કરે છે. જ્યારે ગઈ કાલના સર્જાયેલ અકસ્માતમાં પત્ની પિંકી અને પુત્રી સાથે બાઈક ઉપર અમદાવાદ મજૂરી માટે નીકળેલા હતા અને લીંબડીયા કેનાલથી રણાસણ તરફ જઈ રહ્યા હતા. તે રણાસણ સર્કલ નજીક તેમની મોટરસાયકલની બાજુમાંથી ફૂલ ઝડપે નીકળેલ ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે આ ત્રણે જણા રોડ ઉપર પટકાયા હતા જેમાં શરીર ગંભીર ઈજાઓ ને કારણે પત્ની અને પુત્રીનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત બાદ ટ્રક મૂકીને તેનો ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણકારી મળતા ડભોડા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ મામલામાં અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર ચાલક ને પકડવા માટે તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.