અમદાવાદ થી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શાહીબાગ ઘોડા કેમ્પ ના પોલીસ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પીઆઈની બેદરકારીના લીધે ઘોડા ના મોત થયા હોવાનું તપાસમાં સામે આવ્યો છે. તપાસમાં બેદરકારી જોવા મળતા પોલીસ કમિશનર દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જાણકારી મુજબ, અમદાવાદના શાહીબાગથી આ મામલો સામે આવ્યો છે. અમદાવાદના શાહીબાગ ઘોડા કેમ્પ માં રાખવામાં આવેલા ઘોડામાં વર્ષ 2023 થી અત્યાર સુધીમાં આઠ ઘોડા ના મૃત્યુ નીપજ્યા હતા. તેના લીધે પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ઘોડા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી. પોલીસ કમિશનર દ્વારા આ અંગે તપાસ કરવા માટે ઝોન છ ડીસીપી રવિ મોહક સૈની ને આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે DCP રવિ મોહન સૈની દ્વારા તપાસ બાદ રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપવામાં આવ્યો હતો. જેમાં પીઆઈની બેદરકારી હોવાનું સામે આવતા પોલીસ ઇન્સપેક્ટર એમ. એસ. બારોટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
તેની સાથે તપાસમાં જાણકારી સામે આવી હતી કે, ઘોડા કેમ્પ માં રાખવામાં આવી રહેલા ઘોડાઓને આપવામાં આવતો ઘાસચારો અયોગ્ય અને પાણીમાં લીલ રહેલી હતી. ડોક્ટરની ટીમ દ્વારા અન્ય ઘોડાની પણ તપાસ કરાઈ હતી. જેમાં 28 ઘોડાને ઇન્ફેક્શન થઈ ગયું હતું. તેમ છતાં આ ઘોડાને સારવાર અપાઈ રહી છે.