VadodaraGujarat

લવ જેહાદ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ પર મોટું નિવેદન આપવામાં આવ્યું છે. વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવશે તો તેને છોડવામાં આવશે નહીં. એક પણ આવા વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા રોકવાની જવાબદારી આપણી રહેલી છે. માતા-પિતા દીકરીઓ ને સમજ આપે, જેથી આવા બનાવ બને નહીં.

લહજેહાદના સતત વધી રહેલા કિસ્સાઓને લઈને હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવેલા હતા અને ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરવામાં આવી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ સંબોધનમાં લવ જેહાદ કરનારાઓને લઈને સખ્ત સંદેશ આપવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું કે, વડોદરા શહેરમાં સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરી ને ફસાવે છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક પણ આવા વ્યક્તિને છોડવામાં આવશે નહીં. દીકરીઓને ફસાવવા માટે આ લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરવામાં આવે. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની રહેલી છે. કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડવામાં આવે નહીં.

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, માત્ર 45 દિવસમાં કચ્છ પોલીસ દ્વારા છ લવ જેહાદ ના કેસ પકડવામાં આવ્યા છે. જેમાંથી ચાર કિશોરીઓ સગીર રહેલી હતી. આવી બાળકીઓ જોડે જે ષડયંત્ર કરવામાં આવ્યું તેમાં પોલીસ કોઈક ને બિહાર કે કોઈક ને રાજસ્થાનથી લઈને આવી છે. દીકરીઓ ને તેમના પરિવારને સોંપી દેવામાં આવી છે.

તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, જનસેવા કાર્યલય રાજનીતિ માટે નહિ પરંતુ જનતાની સેવા માટે બની રહે તેવી હું આશા વ્યક્ત કરું છું. એક અઠવાડિયામાં વડોદરાના નાગરિકોને ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવશે. વડોદરાના હજારો નાગરિકોને વ્યાજના વિષ ચક્રમાંથી પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. વ્યાજખોરોની ઘટનાને લઈ પોલીસ સ્ટેશન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ના ડ્રગ્સ વિરોધી અભિયાન પર વાત કરી હતી. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાત પોલીસે ગુજરાતના નાગરિકો સાથે મળી અભિયાન ચલાવ્યું. અત્યાર સુધીનું સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે જંગ લડી રહી છે. જેને રાજનીતિ કરવી હોય તે કરી શકે છે. ગુજરાતના યુવાનોને  ડ્રગ્સ મુક્ત કરવામાં આવશે. ગુજરાતમાં આજતકના ઇતિહાસમાં સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે.