AhmedabadGujarat

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં રેડ એલર્ટ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે તેના લીધે ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. સિસ્ટમના સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળવાનો છે. IMD એ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ વોર્નિંગ આપવામાં આવી છે.

આ સિવાય ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેની સાથે ૨૪ જુલાઈના રોજ અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, તાપી, સુરત અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ભરૂચ, બોટાદ, દ્વારકા, નર્મદા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.