South GujaratGujaratSurat

સુરતમાં બુટલેગર ના દારૂ ઘુસાડવાનો નવો કીમિયો, જાણીને થઈ જશો ચકિત….

રાજ્યમાં દારૂબંધી હોવાછતાં બુટલેગરો દ્વારા અલગ-અલગ રીતે દારૂ ઘુસાડવા નો પ્રયાસ કરવામાં આવતો હોય છે.પરંતુ દારૂ ઘુસાડનારાઓ સામે પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવે છે. એવા આજે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે.

સુરતમાં બુટલેગરો દ્વારા કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોર ખાનું તૈયાર કરવામાં આવ્યું હતું. તેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત તરફ લાવી રહ્યા હતા. હરિયાણા પાસિંગ ના આ કન્ટેનરમાંથી 1552 બોટલ દારૂ મળી આવતા પોલીસનો કાફલો પણ ચકિત થઈ ગયો હતો.

આ મામલામાં જણાવી દઈએ કે, ડીંડોલી પોલીસ દ્વારા બાતમીના આધારે હરિયાણા પાસિંગના ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કન્ટેનરની તપાસ હાથ ધરવામાં આવી હતી. હરિયાણા પાસિંગ કન્ટેનરની જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસને ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1552 બોટલો મળી હતી. પ્રોહિબિશનના મુદ્દામાલ તથા પાયલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસની ટીમ દ્વારા સમગ્ર કન્ટેનર ચેક કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ ને કંઈ પણ મળ્યું નહોતું. પરંતુ આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની પોલીસને ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઈ હતી. તેના લીધે પોલીસ દ્વારા બુટલેગર સમગ્ર કન્ટેનરને ચેક કર્યું તો ડ્રાઈવર ના ઉપરના ભાગમાં ચોરખાનું પોલીસને મળી આવ્યું હતું