સુરતમાં નમાઝ પઢીને મસ્જિદથી બહાર નીકળેલા બિલ્ડરની સરજાહેરમાં કરપીણ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો સુરતથી સામે આવ્યો છે. સુરતના અઠવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી હત્યાની ઘટના ઘટી છે.
સુરતના અઠવા વિસ્તારમાં સગરામપુરા તલાવડી ખાતે બિલ્ડર આરીફ કુરેશી ની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ત્રણથી ચાર ઈસમો દ્વારા સરાજાહેરમાં બિલ્ડર આરીફ કુરેશી ની હત્યા કરવામાં આવી હતી. જુના ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ મામલામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બિલ્ડર આરીફ કુરેશી નમાજ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળ્યા હતા. તે સમયે તેમના પર ત્રણથી ચાર ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે તે રસ્તા ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમના પર તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઘા મારવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બિલ્ડર આરીફ કુરેશી 55 વર્ષ ઉમર રહેલી હતી. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
તેની સાથે વધુમાં પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘટના સ્થળ પરથી ડીવીઆર જપ્ત કરી લેવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ છે. બે શંકાસ્પદ ના ફોટોસ પણ જોવા મળ્યા છે. પોલીસની ટીમ દ્વારા આરોપીઓને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તેને લઈને જલ્દી જ જાણકારી પ્રાપ્ત કરવામાં આવશે.