South GujaratGujaratSurat

સુરતમાં વ્યાજખોરનો અનોખો ત્રાસ, રૂપિયાના બદલામાં કરતો હતો એવું કે…

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયાના બદલામાં વ્યાજ વસૂલ્યા બાદ પણ મિલકતો પોતાના લખાવી લેતો વ્યક્તિ પકડાયો છે. પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આ આરોપી સુરતમાં અલગ-અલગ હોટલમાં હાઉસકીપિંગ માટે કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરી અપાવતો હતો અને ત્યાર પછી આ જ લોકોને વ્યાજે રૂપિયા આપી તેમના પગારમાં થી 10 થી 18 ટકા વ્યાજ કાપીને પગાર આપતો રહેતો હતો. પાંડેસરા પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર દીપક ઢીવરે ની ધરપકડ કરવામાં આવી છે. વ્યાજખોર લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરી રહ્યો હતો. માત્ર એટલું જ નહીં વ્યાજખોર દ્વારા લોકોની ઘરની ફાઈલ પોતાની પાસે રાખી લેવામાં આવી હતી. વ્યાજખોર દ્વારા વ્યાજે પૈસા આપી લોકોની મિલકત પોતાના નામે લખાવી લેવામાં આવતી થઈ. પૈસા આપી દીધા હોવા છતાં લોકોને ફાઈલ પરત આપતો નહોતો. પોલીસ ને વ્યાજખોરના ઘરમાંથી ચારથી વધુ ફાઈલો પ્રાપ્ત થઈ છે. વર્ષ 2008 થી લઇ 2024 સુધી વ્યાજખોર દ્વારા સામાન્ય કિંમતે મકાન પોતાના નામે કરી હોવાના દસ્તાવેજો પ્રાપ્ત થયા છે.

આ મામલામાં ​​​​​​​એસીપી ઝેડ. આર દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપીના ઘરમાંથી ચાર ફાઇલ પ્રાપ્ત થઈ છે. લોકો દ્વારા પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં તેમને મિલકતની ફાઈલ આપવામાં આવી નહોતી. વર્ષ 2008 થી લઈ આજ દિવસ સુધીમાં એવી પણ ફાઈલ મળી આવેલ છે, જે માટે તેને સામાન્ય રકમમાં મિલકત પોતાના નામે કરી નાખી હોય. વ્યાજે લોકો પૈસા લઈ જાય તેવી સિસ્ટમ તેના દ્વારા બનાવવામાં આવી હતી. જે લોકો હાઉસકીપિંગ નું કામ કરતા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને નાનકડું પેમેન્ટ આપી વ્યાજના પૈસા પોતાની પાસે રાખીને તેમની મજબૂરીનો લાભ આરોપી ઉઠાવી લેતો હતો. આરોપી વિરુદ્ધ ચાર ગુના દાખલ કરવામાં આવેલ છે.