GujaratMadhya Gujarat

અંબાજી-આબુરોડ પર સર્જાઈ મોટી દુર્ઘટના, 55 યાત્રાળુઓ ભરેલી બસ નદીમાં ખાબકી

અંબાજી આબુ રોડ હાઇવે માર્ગથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ માર્ગ પર એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અંબાજીથી આબુરોડ જતો માર્ગ પહાડી અને ઢળાંગ વાળો હોવાના લીધે સુરપગલા પાસે આવેલા વળાંકમાં એક ખાનગી બસના ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા 55 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. જેમાં 12 મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને તાત્કાલિક સારવાર માટે નજીક હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવાયા છે.

તમને જણાવી દઈએ કે, અંબાજી થી આબુરોડ પર અનેક વખત અકસ્માત સર્જાતા રહે છે. જ્યારે અનેક વળાંક પણ માર્ગ પર આવેલા છે. એવામાં બેફામ ચલાવતા વાહનો અને વાહનોમાં ખામી હોવાના લીધે કેટલાક અકસ્માત સર્જાતા રહે છે. જ્યારે આજે આવું જ કંઇક બન્યું છે. અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા પાસે આવેલા વળાંકમાં એક ખાનગી બસના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો.

આ મામલામાં જણાવી દઈએ કે, રણુજા થી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ આવી રહ્યા હતા તે સમયે બસનો અકસ્માત સર્જાયો હતો. આ જગ્યા પર સતત અકસ્માતની ચોથી ઘટના છે. આ અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા રાજસ્થાન પોલીસ જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ વરસાદમાં નદીમાં ઉતરી ને પોલીસ જવાનો દ્વારા લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. ગુજરાતના દેરોલ ના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. એવામાં તે પરત આવી રહ્યા હતા તે સમયે આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈને કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી.

તેની સાથે તમને જણાવી દઈએ કે, આ બસમાં 55 થી વધુ યાત્રીઓ રહેલા હતા. અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરપગલા પાસે આ ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણકારી મળતા આબુરોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં ૧૨ લોકોને ઈજા પહોંચી છે.