AhmedabadGujarat

ગાડી રિવર્સ લેતાં પિતાએ જ તેની ફૂલ જેવી દીકરીને કચડી આપ્યું કરુણ મોત

અમદાવાદમાં એક એવો બનાવ સામે આવ્યો છે. જેમાં તેના પિતાએ જ તેની નાની કોમળ ફૂલ જેવી દીકરીને કચડી નાખી છે, જેમાં તેની પુત્રીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અમદાવાદ શહેરના આંબલી ગામમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવક ગાડી રિવર્સ લઇ રહ્યો હતો ત્યારે ત્યાં કમ્પાઉન્ડ પાસે રમી રહેલી તેમની પુત્રી ગાડીની અડફેટે આવી ગઈ હતી, જેમાં તેની દીકરીને ઘણી ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જો કે આ દીકરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમના પરિવારના લોકો તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે અહીં હોસ્પિટલમાં દીકરીની ત્રણ દિવસ સુધી સારવાર કરવામાં આવી રહી હતી, ત્યારબાદ ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. હાલમાં આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે બાળકીના પિતા સામે ગુનો દાખલ કર્યો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના આંબલી ગામમાં રહેતા પરષોત્તમભાઇ પટેલ, પત્ની અને પુત્રી તેમના પરિવારજનો સાથે રહે છે. જો એક આજથી 3 દિવસ પહેલા 1 ઓગસ્ટે પરષોત્તમભાઇ તેમના પત્ની ગીતાબેન અને બાળકી સાથે ડીમાર્ટ ગયા હતા. આ દરમિયાન ગીતાબેન તેમના સંબંધી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમની દોઢ વર્ષની દીકરી અહીં રમી રહી હતી. આ દરમિયાન પરષોત્તમભાઇ તેમના ફોઇના દીકરાની સ્કોર્પિયો ગાડી રિવર્સ લઇને બહાર કાઢી રહ્યા હતા ત્યારે ત્યાં પાછળ રમી રહેલ પુત્રી ગાડીના પાછળના દરવાજે ભટકાઇ ગઈ હતી.

પુત્રી ગાડીના પાછળના દરવાજે ભટકાતા તેને માથાના ભાગે અને પગના ભાગે ઘણી ગંભીર ઇજાઓ આવી હતી. ત્યારબાદ પુત્રીને ત્યાં હાજર પરિવાર જનો તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા. જો કે દીકરીને ઘણી ગંભીર ઇજાઓ હોવાથી તેને ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અહીં દીકરીની ત્રણ દિવસની સારવાર બાદ ત્યાં ફરજ પરના ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. જો કે પિતાના હાથે દીકરીનું કરુણ મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

જો કે આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દીકરીના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટના ભૂલથી થઈ હોવાને કારણે ટ્રાફિક પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે.