સુરતમાં નમાજ પઢીને નીકળેલા બિલ્ડરની હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કઢાયુ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આવો જ એક મામલો સુરતથી થોડા દિવસો પહેલા સામે આવ્યો હતો. સુરત અઠવા વિસ્તારમાં સગરામપુરા માં એક બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર આરોપી ઓ તેમ છતાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. તેના આધારે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં અવી હતી. આ બંને આરોપીઓ સગા ભાઈ હતા. એવામાં પોલીસ દ્વારા બંને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેની સાથે ઘટના નુ રી કન્સ્ટ્રકશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ગત તારીખ 30 મી જુલાઈના રોજ સગરામપુરા આશુતોષ હોસ્પિટલ ની સામે આવેલી જમીનની દલાલી ના નાણા બાબતમાં થયેલ વિવાદમાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. નમાજ પઢીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓ દ્વારા એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે બિલ્ડરનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
મૃતકની વાત કરીએ તો તેમનું નામ મોહમ્મદ આરીફ કુરેશી હતું. તેમની ઉંમર 55 વર્ષ હતી અને તેઓ વ્યવસાયથી એક બિલ્ડર હતા. તેમના દીકરા સુફિયા દ્વારા આ મામલામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે, બે લોકો ફેઝ અને તબરેઝ દ્વારા છરીના ઘા મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. તે બાબતમાં બન્નેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. તેની સાથે જ સરઘસ પણ કાઢવામાં આવ્યુ હતુ.