GujaratAhmedabad

ચાંદીપુરા ના વાયરસનો કહેર યથાવત, ગુજરાતમાં ૨૭ બાળકોને ભરખી ગયો

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 59 કેસ સામે આવ્યા છે અને તેમાંથી 27 બાળકોના ચાંદીપુરાથી મૃત્યુ થયા હોવાનું સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. તેની સાથે ચાંદીપુરાથી મૃત્યુદર ચિંતાજનક 50 ટકા જેટલો પહોંચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, છઠ્ઠી ઓગસ્ટ સુધી ચાંદીપુરા વાયરસ ના સૌથી વધુ કેસ 1 થી 5 ના વર્ષ બાળકોમાંથી સામે આવ્યા છે. 1 થી 5 વર્ષના 33 બાળકો ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 12 બાળકોના મૃત્યુ નીપજ્યા છે. આ સિવાય 6 થી 10 ની વર્ષના નવ બાળકોના ચાંદીપુરા થી મૃત્યુ નીપજ્યા છે. સમગ્ર દેશમાં ચાંદીપુરા ના કુલ 61 કેસ સામે આવ્યા છે. જેમાંથી 59 કેસ માત્ર ગુજરાતમાં જ્યારે બે કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાની સરકાર દ્વારા લોકસભામાં કબુલાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા તેની સાથે એવી પણ કબૂલાત કરવામાં આવી છે કે, છેલ્લા 20 વર્ષમાં ચાંદીપુરા થી સર્જાયેલી આ સૌથી ચિંતાજનક સ્થિતિ બાબત છે. પરંતુ તેની સામે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા ના કેસનું બુલેટિન દરરોજ જાહેર કરાય છે. તેમ છતાં ચાંદીપુરા કુલ કેટલા મૃત્યુ થયા તેની વિગત જાહેર કરતા નથી. તેમના દ્વારા માત્ર ‘શંકાસ્પદ ચાંદીપુરાથી કેટલા મૃત્યુ  નીપજ્યા તેની જ વિગત જાહેર કરાય છે. લોકસભામાં સરકાર દ્વારા છઠ્ઠી ઓગસ્ટ સુધીના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છઠ્ઠી ઓગસ્ટ સુધી ‘શંકાસ્પદ’ ચાંદીપુરાથી 71 મૃત્યુ નીપજ્યા છે. તેની સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મતે ગુજરાતમાં ચાંદીપુરાથી જ 27 બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. તેની સાથે તમને જણાવી દઈએ કે, ડોક્ટરોના મતે ચાંદીપુરાના પ્રારંભિક લક્ષણો તાવ જેવા લક્ષણો જોવા મળે છે. તેના પછી 24 થી 18 કલાકમાં મગજના તાવ, કોમા અને મૃત્યુ થાય છે. 15 થી ઓછી વયના બાળકોમાં રોગપ્રતિકારકશક્તિ ઓછી હોવાના લીધે ચાંદીપુરા તેમને સૌથી વધુ અસર પહોંચાડે છે.