GujaratAhmedabadSurat

આજે રવિવારે સાચવીને રહેજો? અમદાવાદ,સુરત સહિત આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જે મેઘરાજાના ટૂંકા વિરામ બાદ ફરી સક્રિય થયા છે. ત્યારે આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદી આવશે. ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી છે.

આગામી 3 કલાકને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદનું અને હવામાનની સ્થિતિ કેવી રહેશે તે અંગે માહિતી આપી છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. રાજ્યના અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, ખેરા, દાહોદ, મહિસાગર,આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, પંચમહાલ, દમણ, દાદર અને નગર હવેલીમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજ સવારથી જ અમદવાદ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર્નો સમાવેશ થાય છે. તેમજ પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. ત્યારે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.