GujaratAhmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખના આવશે અમદાવાદ, જાણો સમગ્ર કાર્યક્રમ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે ફરીથી ગુજરાતના મુલાકાતે આવવાના છે. રવિવાર 18 ઓગસ્ટના ગુજરાતની મુલાકાત આવવાના છે. તેમના દ્વારા આ દરમિયાન પડોશી દેશોના હિંદુ ઈમિગ્રન્ટ્સને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) હેઠળ 188 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે. આ સમારોહ બોડકદેવમાં આવેલા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાવાનો છે.

જાણકારી મુજબ, આ નાગરિકતા પ્રમાણપત્રો એવા વ્યક્તિઓને આપવામાં આવે છે કે, જેમણે પોતાના દેશમાં સતાવણીને લીધે ભારતમાં આશ્રય માંગવામાં આવ્યો હોય. આ મુલાકાત દરમિયાન અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્સિજન પાર્કનું પણ ઉદ્ઘાટન કરવાના છે. જેને શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર વિકસાવવામાં આવેલ છે. આ ઓક્સિજન પાર્કમાં અંદાજીત 27,200 ચોરસ મીટર વિસ્તારમાં 1,67,000 થી વધુ વિવિધ પ્રકારના ફૂલો અને મોટા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

તેની સાથે જાણકારી સામે આવી છે અમિત શાહ ત્યાર બાદ મકરબા માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા જીમ અને સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવાના છે. અમિત શાહ સવારના 11 વાગ્યાના સમયગાળામાં પ્રહલાદ નગર માં આયોજિત સમારોહમાં AMC ની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરવાના છે. ઉદ્ઘાટન પછી અમિત શાહ જાહેરસભાને પણ સંબોધવામાં આવશે અને AMC દ્વારા વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવામાં આવશે.