GujaratAhmedabad

અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા મૈનાક પટેલની સગીરે ગોળી મારી કરી હત્યા

વિદેશથી વધુ એક ગુજરાતની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના નોર્થ કેરોલિનાથી આ ઘટના સામે આવી છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા મૈનાક પટેલની એક સગીર દ્વારા તેના સ્ટોર્સને લૂંટતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૈનાક પટેલ 2,580 એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસનો માલિક રહેલો હતો. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે સગીર હોવાના લીધે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેનાર મૈનાક પટેલની એક સગીર દ્વારા તેના સ્ટોર્સને લુંટતા સમયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૈનાક પટેલ 2,580 એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસનો માલિક રહેલો હતો. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ તે સગીર હોવાના લીધે તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે, ગુજરાતના મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી રહેલ છે. તેના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. મૈનાક પટેલના તેમના સ્વભાવના લીધે સ્થાનિકો દ્વારા તેમને માઈક કહેવામાં આવતું હતું. રોવન કાઉન્ટી શેરિફ ઓફિસના પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર કેપ્ટન માર્ક મેકડિનાયલ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, ‘ડેપ્યુટીને ટોબેકો હાઉસ સ્ટોરમાંથી 911 કોલ પણ આવ્યો હતો. તે ઘટના સ્થળ પર પહોંચ્યા તે સમયે મૈનાક પટેલને અનેક ગોળીઓ વાગી ગયેલી હતી. ત્યાર બાદ તાત્કાલિક જ નોવન્ટ હેલ્થ રોવન મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો.