રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવે ફરીથી વરસાદી માહોલ બની ગયો છે. એવામાં હવામાન વિભાગની વરસાદને લઇને મોટી આગાહી કરી છે. રાજ્યમાં સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય બનવાના લીધે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે.
તેની સાથે હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનો છે. આ સિવાય આજે નર્મદા, ભરૂચ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 24 ઓગસ્ટના રોજ દાહોદ છોટાઉદેપુર નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આ સિવાય, 25 ઓગસ્ટ ખેડા પંચમહાલ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દાહોદ અને મહીસાગર માં ભારતીય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેની સાથે હવામાન વિભાગે તા. 26 અને 27 તારીખના વરસાદને લઈને પણ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 26 અને 27 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવ પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવેલ છે.