GujaratAhmedabad

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વરસાદને લઇને કરી મોટી આગાહી

રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કચ્છ ઉપર સ્થિર થયેલું ડિપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. જ્યારે ડિપ ડિપ્રેશન આજે બપોરના બે વાગ્યાથી આગળ વધશે અને કચ્છનાં જખૌ બંદરથી અરબી સમુદ્રમાં તે જવાનું છે. તેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 24 થી 36 કલાક સચેત રહેવું પડશે.

તેની સાથે ડિપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ તો તેનાથી ગુજરાતને કોઈ ખતરો રહેલો નથી. જો વાવાઝોડું બનશે તો થોડા સમય માટેનું જ રહેવાનું છે. જ્યારે ડિપ ડિપ્રેશન સવારના 6 થી 9 વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં ચાલ્યું જશે. તેના લીધે વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે.

તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, કચ્છ પર સક્રિય સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જવાની છે. હાલમાં રાજય પર બનેલા ડીપ ડિપ્રેશનના લીધે કારણે સમુદ્રમાં તોફાન આવી શકે છે. દરિયાના તોફાનના લીધે 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. તેની સાથે જ તેમને જણાવ્યું છે કે, આગામી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. તેમના દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ સિવાય તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 30 ઓગસ્ટ બાદ વરસાદ સામાન્ય રહેવાનો છે.  આગાહી મુજબ આગામી 2 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આગાહી મુજબ, 2 સપ્ટેમ્બરના બંગાળના ઉપસાગરમાથી આવેલું વહન ગુજરાતમાં વરસાદ લાવશે. સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ આવશે.

તેની સાથે સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે. આ સિવાય અંબાજી અને દાતાના ડુંગરોમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. તેની સાથે વધુ માં રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ રહેવાની છે. જ્યારે તેમને 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદની આગાહી કરી છે.