રાજ્યમાં વરસાદના થોડા દિવસ વિરામ બાદ ફરી વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ત્રણથી સાથી સુધીમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ એટલે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેયપુર માં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જયારે ચાર સપ્ટેમ્બર ના રોજ કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને ડાંગ માં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે.
તેની સાથે 5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 6 સપ્ટેમ્બરના રોજનવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવેલ છે. તેની સાથે 7 સપ્ટેમ્બરના રોજ નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.