આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. ગોપાલ ઈટાલિયા એ ગૃહ મંત્રાલયના ગંભીર છબરડા પર સવાલો કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી દીધું હોવા છતાં ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસ દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું છે. તેની સાથે પ્રમોશનના યાદીમાં પોતાના નામ સાથેની ટ્વિટ પણ તેમના દ્વારા કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા આ બાબતમાં ગૃહમંત્રી પર કટાક્ષ કરવામાં આવ્યો છે. ગોપાલ ઈટાલિયા દ્વારા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ પરથી જણાવ્યું છે કે, “આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ… વર્ષ 2015 માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાં વર્ષ 2024 માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલ ના પ્રમોશન યાદીમાં ક્રમ નંબર-726 પર મારૂં નામ સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન આપવા માટે આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું.”
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ગુજરાત પોલીસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના દ્વારા 2015 ના વર્ષમાં પોલીસ વિભાગ માંથી રાજીનામું આપવામાં આવ્યું હતું. તેમ છતાં રાજીનામું આપ્યું હોવા છતાં ગોપાલ ઈટાલિયા ને વર્ષ 2024 માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવેલ છે. પ્રમોશન યાદીમાં ક્રમ નંબર-726 પર ગોપાલ ઈટાલિયા ને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન આપવામાં આવેલ છે.
તેની સાથે ગોપાલ ઈટાલિયા ની એક ટ્વિટથી સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. ગોપાલ ઈટાલિયા ભૂતકાળમાં ગુજરાતના ગૃહમંત્રી પર ચંપલ ફેંકી ને ચર્ચામાં આવી ગયા હતા. તેમના દ્વારા આપ માં જોઈન થઈને સરકાર વિરોધમાં કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા હાલમાં આપ ના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહેલા છે. સુરતમાંથી આપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને તે સમયે હાર મળી હતી.