GujaratAhmedabad

હવામાન વિભાગે રાજ્યમાં આ જિલ્લાઓમાં આજે આપ્યું યલો એલર્ટ, અમદાવાદ માં પણ રહેશે વરસાદ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં વરસાદનો રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. એવામાં રાજ્યમાં ફરી વરસાદી માહોલને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ફરી ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના કેટલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમકે  ગુજરાત પર બંગાળની ખાડીમાં રચાયેલા ડિપ્રેશનની અસર જોવા મળવાની હોવાના લીધે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

તેની સાથે 5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે અમદાવાદમાં વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે.

હવામાન વિભાગ દ્વારા તેની સાથે આગાહી કરવામાં આવી છે કે, 6 સપ્ટેમ્બરના કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવેલ છે.

આ સિવાય શનિવારના 7 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે આઠ સપ્ટેમ્બરના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.