દેવાયત ખવડે 15 દિવસ પહેલા બનાવ્યો હતો મોરેમોરા નો પ્લાન, મિત્રો પાસે કાર માંગી હતી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા મામલે તાલાલા પોલીસે મોટી તપાસ કરી છે. તપાસમાં ખુલ્યું કે આરોપી દેવાયત ખવડે હુમલાનો પ્લાન 15 દિવસ પહેલાં બનાવ્યો હતો અને ગુનાને અંજામ આપવા માટે પોતાના પરિચિતો પાસેથી ફોર્ચ્યુનર અને ક્રેટા કાર મેળવી હતી. રાજકોટના દાવડા મિલનભાઈ પાસેથી ફોર્ચ્યુનર 15 દિવસ પહેલાં અને અમરેલીના મહેશભાઈ વરુ પાસેથી ક્રેટા 8 દિવસ પહેલાં લીધી હતી. હુમલા બાદ બે દિવસમાં, 14 ઓગસ્ટે, તાલાલાના બાકુલા ધણેજ ગામે પીઠળઆઈ મંદિર નજીક જંગલ વિસ્તારમાંથી આ બંને કાર બિનવારસી મળી આવી. હાલ પોલીસે કાર કબ્જે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.