રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગનો સપાટો: સડેલા બટાટા,ખરાબ ચટણી, ૭૦ કિલો ખરાબ તેલસહીત ૧૬૦ કિલો અખાદ્ય સામગ્રી પકડાઈ
રાજકોટ(Rajkot) માં જન્માષ્ટમી પ્રસંગે યોજાયેલા લોકમેળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. સવારે ટીમે મેળાના ફૂડ સ્ટોલ્સ પર સઘન ચેકિંગ કરતાં 160 કિલોથી વધુ અખાદ્ય સામગ્રી, જેમ કે સડેલા બટાટા, વાસી ચટણી અને અન્ય ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કર્યો હતો. સાથે જ 70 કિલો દાઝિયું તેલનો પણ નાશ કરવામાં આવ્યો હતો. વેપારીઓને ટેમ્પરરી લાઇસન્સ સંબંધિત સૂચનાઓ પણ આપવામાં આવી હતી.