કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્રપ્રસાદ પાસે પત્ની અને સાસરિયા એ સમાધાન માટે 100 કરોડ માગ્યા, 11 લાખ પડાવ્યા

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદે પોતાની પત્ની અવંતિકા અને સાસરિયા સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ મુજબ હનીમૂન દરમ્યાન પત્નીએ ખાવામાં સફેદ પાવડર ભેળવવાનો પ્રયાસ કર્યો હતો અને લગ્ન બાદ વિવિધ બહાને 11 લાખ રૂપિયા પડાવ્યા. બાદમાં વોટ્સએપ-ઇન્સ્ટા ચેટમાં પરિવાર પાસેથી 100 કરોડ પડાવી ભાગી જવાની ચર્ચા મળી. આ બાબતે વાત કરતા સાસરિયાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.