IndiaNews

Insta રીલ બનાવતી વખતે 16 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો, ઘરેથી કહીને ગયો હતો કે…

Instagram Viral Reel : આજકાલ રીલ (Reels) સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ડિજિટલ યુગમાં યુવા પેઢી રીલ પાછળ પાગલ છે. પરંતુ ઘણી વખત રીલ બનાવવામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. આવી જ એક ઘટના હૈદરાબાદમાં જોવા મળી છે. અહીં રીલ બનાવતી વખતે એક યુવકે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. હૈદરાબાદમાં એક યુવકે રીલ બનાવતી વખતે જીવ ગુમાવ્યો હતો.

મોહમ્મદ સરફરાજ નામના 16 વર્ષના છોકરાએ ઘરે જણાવ્યું કે તે શુક્રવારની નમાજ અદા કરવા જઈ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન તે રીલ શૂટ કરવા માટે રેલવે ટ્રેક પાસે ગયો હતો.યુવક જ્યારે રીલ બનાવી રહ્યો હતો ત્યારે તે રેલવે ટ્રેક પાસે હતો. રીલ બનાવતી વખતે ટ્રેન આવી અને સરફરાઝનું મોત થયું.

જોકે વીડિયો બનાવનાર તેના મિત્રનો જીવ બચી ગયો હતો. આ દરમિયાન ત્રણ મિત્રો ત્યાં હાજર હતા. તે રીલ બનાવવા માટે સંપૂર્ણ તૈયારી સાથે આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સફેદ કુર્તા પહેરેલો સરફરાઝ રેલવે ટ્રેક પાસે તેનો વીડિયો બનાવી રહ્યો છે. તે વીડિયો બનાવવા માટે પોઝ આપે છે, ત્યારે જ ત્યાં એક ટ્રેન આવે છે તેની ટક્કરથી મોતને ભેટે છે.

આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયો છે. વીડિયોમાં યુવકના અકસ્માતના અધૂરા વીડિયોની સાથે છોકરાના પિતાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. છોકરાના પિતાએ કહ્યું કે તે શુક્રવારની નમાજમાં ભાગ લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. થોડા કલાકો બાદ તેના એક મિત્રે તેને જાણ કરી કે સરફરાઝ રેલ્વે ટ્રેક પર બેહોશ પડયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યા બાદ લોકો દ્વારા વિવિધ કોમેન્ટ કરવામાં આવી રહી છે અને લોકોને સાવચેતીપૂર્વક રીલ બનાવવાની સૂચના આપવામાં આવી રહી છે.