South GujaratGujaratSurat

સુરતની 21 વર્ષની યુવતી યુએસએના કેલિફોર્નિયામાં બની પાયલોટ

સુરતની યુવતી એ યુએસએમાં પાયલોટ બની હોવાના સમાચાર સામે આવ્યા છે. મૂળ સુરતની યુવતી દ્વારા 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાની પ્રોફેશનલ પાયલોટ બની છે. યુવતી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી નામના મેળવવામાં આવી છે. સુરતના બેગમપુરા ના મુંબઇ વડ ના વતની સંજય દાળિયાની 22 વર્ષીય દીકરી દિપાલી યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ ગઈ હતી અને હવે તે પ્રોફેશનલ પાયલોટ બનવાનું લાયસન્સ પ્રાપ્ત કરી લીધું છે.

દિપાલી ની વાત કરવામાં આવે તો તેને અઠવાગેટ ની વનિતા વિશ્રામ સ્કૂલમાં ધો. 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2017 માં માતા-પિતા અને ભાઇ સાથે તે યુએસએમાં શિફ્ટ થઇ ગઈ હતી. માતા-પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા જ્યારે દિપાલી પાયલોટ બનવાની ઈચ્છા સાથે કેલિફોર્નિયામાં એકલી રહેતી હતી. અંતે અનેક પડકારોનો સામનો કરી દિપાલીએ આજે બનવાનું સપનું પૂરું કરી લીધું છે. એવામાં પ્રોફેશનલ પાયલોટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દિપાલી નું ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યો જ નહિ પરંતુ સમાજમાં પણ તેનો ઉત્સાહ રહેલો છે. રાણા સમાજ ની પ્રથમ પાયલોટ બનતા આગેવાનો દ્વારા દિપાલીનું સન્માન કરી તેને શુભેચ્છા પાઠવી હતી.

દિપાલી દાળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારું બાળપણથી જ પાયલોટ બનવાનું સપનું રહેલું હતું. હું પ્રથમ વખત 2017 માં ફ્લાઈટમાં બેસી ત્યારે મેં સપનું જોયું હતું કે, હું પણ એક વખત ફ્લાઇટને ઉડાડીશ. માતા-પિતાના સપોર્ટથી આજે મારું સપનું સાકાર બન્યું છે. પ્રોફેશનલ પાયલોટ બન્યા બાદ પ્રથમ વખત મમ્મી-પપ્પા અને ભાઈ ને ફલાઇટમાં મુસાફરી કરાવવાની ક્ષણ મારી જિંદગીની અત્યાર સુધીની સૌથી યાદગાર ક્ષણ બની છે.