સુરતમાં સાસરિયાના ત્રાસથી કંટાળી 22 વર્ષીય પરિણીતા એ કરી આત્મહત્યા
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. તેને લઈને સતત સમાચારો સામે આવતા રહે છે. જ્યારે આજે સુરતમાં અડાજણ વિસ્તારમાં પ્રેમલગ્ન બાદ પતિ સાથે રહેનાર 22 વર્ષની પરિણીતા દ્વારા ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવામાં આવી મામલો સામે આવ્યો છે. હાલમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમ છતાં પરિણીતાના માતા-પિતા દ્વારા સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવવામાં આવ્યું છે. દીકરીની માતા દ્વારા હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરવામાં આવ્યું હતું. તેમણે તેની સાથે જણાવ્યું હતું કે, દીકરીનો દિયર ગમે તેમ બોલતો હતો અને સાસુ અસહ્ય ત્રાસ આપી રહી હતી.
તમને જણાવી દઈએ કે, અડાજણ વિસ્તારમાં 22 વર્ષીય નેહા હરેશ રોહિત પરિવાર સાથે જીવન પસાર કરી હતી. ચાર વર્ષ અગાઉ નેહા અને હરેશના પરિવારની સંમતિ ના આધારે પ્રેમલગ્ન કરવામાં આવ્યા હતા. પતિ કાપડના ઓનલાઈન ના વ્યવસાયથી તેમના પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેમના લગ્નજીવનમાં એક દીકરી પણ રહેલ છે. ગઈ કાલના સાંજના નેહા દ્વારા ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવામાં આવી હતી. આ મામલામાં પતિ દ્વારા તેની માતાને જાણ કરાઈ હતી. ત્યારબાદ નેહા ના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. દીકરીના આત્મહત્યાના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં મૃતક નેહાબેનની માતા રેખાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારી છોકરીને બે વર્ષથી બહુ ત્રાસ અને દુખ આપવામાં આવી રહ્યું હતું. મારી છોકરી અવારનવાર ફોન પણ કરતી રહેતી અને તેને હું સમજાવતી પણ હતી. રવિવારના મારા ઘરે આવી અને મને બધુ જણાવીને ગઈ કે, મારો દિયર આવું કરે છે, મારી સાસુ મારી સાથે આવું કરે છે. તેની સાથે મારો જમાઈ મારા ઘરેથી દીકરીને બળજબરીથી લઈને પણ ગયો હતો. તે કામ કરતી નથી, વહેલી સવારે ઊઠતી નથી એવી સાસરિયાને ફરિયાદ પણ તેને કરી હતી. સતત બે વર્ષથી મારી દીકરી સહન કરી રહી હતી. એવામાં સહન ન થતા તેના દ્વારા આ પગલું ભરી લેવામાં આવ્યું હતું. સાસુ, દિયરનો બહુ ત્રાસ રહેલો હતો. દિયર ગમે તેમ મારી દીકરીને બોલતો રહેતો હતો. મારી દીકરી ચાલી ગઈ, મને પાછી લાવી દો. એ તો જેની દીકરી જાય તેને ખબર પડે.
આ મામલામાં મૃતક નેહાના પિતા અને માતા દ્વારા સાસરિયા વિરૂદ્ધ આક્ષેપો કરાયા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, દીકરીને છેલ્લા બે વર્ષથી સાસુ-દિયર સહિતના સાસરિયા દ્વારા ત્રાસ અપાઈ રહ્યો હતો. બે દિવસ અગાઉ જમાઈ અને દીકરી મારા ઘરે આવ્યા હતા. દીકરી પરત જવા ઈચ્છતી નહોતી તેમ છતાં જમાઈ તેને લઈને ચાલ્યા ગયા હતા. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.