6 અઠવાડિયામાં 400 ગ્રામ ની બાળકીનો થઈ ગયો જન્મ, જીવ બચાવવા ડોક્ટરોએ બનાવ્યું કૃત્રિમ ગર્ભાશય
સામાન્ય રીતે બાળકનો જન્મ માતાનાં ગર્ભમાં 40 સપ્તાહ સુધી રહ્યા પછી થાય છે. જન્મ સમયે તેનું વજન 2500 gm કે તેની થી વધુ હોય છે. પરંતુ જો કોઈ બાળક માત્ર છ અઠવાડિયામાં જ જન્મી જાય અને તેનું વજન 400 ગ્રામ જ હોય તો તેનું બચવું અશક્ય હોય છે. આ રીતે જન્મેલા બાળક સાઈઝમાં દૂધની કોથળી જેટલા હોય. તાજેતરમાં જ પૂણેમાં પણ આવું જ એક બાળક જન્મ્યું અને તેને બચાવવા માટે ડોક્ટરોએ એક નવો રેકોર્ડ સર્જી દીધો છે.
પૂનેમાં 21 મેના રોજ એક બાળકીનો જન્મ થયો હતો જે માતાના ગર્ભમાં માત્ર છ મહિના રહી હતી અને તેનું વજન 400 ગ્રામ જ હતું. આ રીતે જન્મેલા બાળકોના બચવાના ચાન્સ પોઇન્ટ પાંચ ટકા હોય છે. પરંતુ અહીંના હોસ્પિટલના લોકોએ આ ચેલેન્જને સ્વીકારી અને બાળકને બચાવવા માટે કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું. આ બાળકીને આ ગર્ભાશયમાં રાખવામાં આવ્યું જેમાં ગર્ભાશય જેવું જ વાતાવરણ હતું અને તે જીવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
નવ માસ જેટલો સમય તેને આ કૃત્રિમ ગર્ભાશયમાં રાખવામાં આવી અને પછી બાળકીને હોસ્પિટલમાંથી રજા દેવામાં આવી. હાલ આ બાળકીનું વજન 4.5 કિલો થઈ ગયું છે અને તેનું નામ શિવન્યા રાખવામાં આવ્યું છે. બાળકીના માતા પિતાનું કહેવું છે કે હવે તે એકદમ સ્વસ્થ છે અને સામાન્ય બાળકોની જેમ જ ખાઈ પી શકે છે. ભારતની આ પહેલી ઘટના હશે જેમાં આટલા નાનકડા નવજાત શિશુને નવું જીવન આપવામાં આવ્યું હોય.
ભારતમાં અત્યાર સુધીમાં આટલા પ્રિમેચર બાળકને જીવતું રાખવાનો કોઈ મામલો સામે આવ્યો નથી. પુણે ના નીયોનેટોલોજિસ્ટ ડોક્ટર સચિન શાહનું કહેવું છે કે બાળકીનું છ માસમાં જન્મ લઈ લેવું ગર્ભવતી મહિલામાં જન્મજાત જે અસામાન્યતા હતી તેનું કારણ છે. આ સ્થિતિને ડબલ યુટરસ કહેવાય છે. જેમાં મહિલાના ગર્ભમાં બે અલગ અલગ પાઉચ હોય છે. ડોક્ટરનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જન્મેલા બાળકો ખૂબ જ નાજુક હોય છે અને તેને બહાર જીવતું રાખવા માટે ગર્ભ જેવું જ વાતાવરણ આપવું પડે છે.