GujaratSaurashtra

ભાવનગરના મહુવા હાઈવે પર એસટી બસે અડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ભાવનગરના મહુવાથી સામે આવ્યો છે.

ભાવનગરના મહુવા પાસે આવેલ નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. એસટી બસની વાત કરીએ તો તે મહુવાથી પાલીતાણા તરફ જઈ રહી હતી. એવામાં તલગાજરડાની વળાંકથી એક આધેડ વ્યક્તિ મોટર સાયકલ પર સવાર થઈને મહુવા તરફ જઈ રહ્યા હતા. તે સમયે એસટી બસ દ્વારા મોટરસાઈકલ ટક્કર મારવામાં આવતા બાઈક સવારનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.

જયારે સ્થાનિક લોકો આ અકસ્માત સર્જાતા તેનો વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નેશનલ હાઇવે ઓથોરિટીને ધ્યાનમાં દોરવાની વાત એ છે કે, અહીં વળવા માટેના ત્રણ રસ્તા રહેલા છે. તો આ ત્રણ રસ્તાની વચ્ચે પુલ અથવા તો ડ્રાયવરજન મૂકવું જરૂરી રહેલું છે. આ અભાવના લીધે અહીં અકસ્માતો સર્જાઈ રહ્યા છે.