રાજકોટના આ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, લોકોના જીવન સાથે કરી રહ્યો હતો ચેડા
રાજકોટ જિલ્લાના એક ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ માંથી બોગસ ડોક્ટરને એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડોક્ટરની વાત કરીએ તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. ડિગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યો હતો. બોગસ ડોક્ટર દર્દીને ઈન્જેક્શન, બાટલા ચઢાવીને દવા પણ આપતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા એક વર્ષથી ડિગ્રી વગર જ આ ડોક્ટર ક્લિનિક ચલાવી રહ્યો હતો. પરંતુ અંતે તે એસઓજીની પકડમાં આવી ગયો છે.
તમને જણાવી દઈએ કે, એસ ઓ જીને જાણકારી મળી હતી કે, ધોરાજી તાલુકાના ઝાંઝમેર માં બોગસ દવાખાનું ચલાવવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ એસ ઓ જી દ્વારા આ ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા હતા. એસ ઓ જી દ્વારા દવા, ઇન્જેક્શન, બાટલા, બીપી ચેક કરવાનું મશીન સહિતની સામગ્રી ઝડપીને ધોરાજી પોલીસને સોંપી દેવામાં આવ્યું છે. ત્યારબાદ ધોરાજી પોલીસ દ્વારા બોગસ ડોક્ટરને ઝડપી ને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
જ્યારે સંજય એભલ ધાપા નામનો યુવક આ ગામમાં એચસીએમની ડિગ્રી હોવાનું જણાવીને ક્રિષ્ના ક્લિનિકને જોરશોરથી ચલાવી રહ્યો હતો. જ્યરે તે લોકોને દવા આપવાની સાથે ઈન્જેક્શન અને બાટલાઓ પણ ચડાવી આપતો હતો. પરંતુ હવે તેનું જુઠાણું બધાની સામે આવી ગયું છે.. એસઓજી દ્વારા ક્લિનિકમાં દરોડા પાડીને મુદ્દામાલ સાથે આ ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે.