GujaratSaurashtra

15 ગામોને જોડતો બ્રીજ તકલાદી બાંધકામને કારણે લોકાર્પણ પહેલા જ તૂટી પડ્યો

રાજ્યમાં એક પછી એક બ્રિજમાં કૌભાંડ થયાનું તેમજ હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગના કારણે બ્રીજ તૂટી પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક બ્રિજ નીચે પડી ગયાનું સામે આવ્યું છે. તાપી જિલ્લામાં વાલોડ તેમજ વ્યારાને જોડતો અંતરિયાળ ગામના બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ તે ધરાશાઈ થઈ ગયો છે. ત્યારે લોમર્પણ પહેલા જ વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો બ્રીજ લોકાર્પણ પહેલાજ ધરાસાઈ થઈ જતા તંસરકારી ત્ર અને એજન્સી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના વ્યારા તાલુકા ખાતે આવેલા માયપુર નામના ગામ અને વાલોડને દેગામાં નામના ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નામની નદી પર વર્ષ 2021માં બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે તે તે પહેલા જ બ્રીજ ધરાસાઈ થઈ ગયો છે. જેના કારણે આ બ્રીજ સાથે સંલગ્ન અંદાજે 15 જેટલા ગામોના લોકોમાં ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે.

દેગામા ગામના અશોકભાઈ ગામીતના જણાવ્યા અનુસાર, આ બ્રીજને બનાવવાનું કામ પંદર સુરતની અક્ષય એન્જસીને આપવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ બ્રીજ થઈ જવાના કારણે લોકોમાં ખૂબ જ આક્રોશ છે. આ મામલે માર્ગ મકાન વિભાગના અધિકારી સાથે સંપર્ક કર્યો તો મ તેમને જણાવ્યું હતુ કે, આ મામલે તલસ્પર્શી તપાસ કરીને એન્જસી વિરુદ્ધ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે.

અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે, તકલાધી બાંધકામ કરવાને કારણે આ બ્રીજ લોકાર્પણ થાય તે પહેલાં જ ધરાશાયી થયો છે. આ બ્રિજના નિર્માણમાં ચોક્ક્સ પણે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે. અને માટે જ અમે માંગણી કરીએ છીએ કે આ બ્રીજ તૂટ્યો તેને લઈને નિષ્પક્ષ અને ન્યાયકી તાપશ કરીને ગુનેગારોને સજા આપવામાં આવે.