સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસનો સર્જાયો અકસ્માત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક અકસ્માત સુરતથી સામે આવ્યો છે.
સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ નો અકસ્માત સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલ બસ રસ્તા પાસે પાણીથી ભરેલા ખાડામાં ખાબકી ને ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી. જ્યારે આ દરમિયાન બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ રહેલા હતા. ઘટના સર્જાતા રોડ પર પસાર થનાર વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમના દ્વારા વિદ્યાર્થીઓને બારીના કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત ના દાંડી રોડ પર સાકેત ચોકડી પાસે બસ પાણી ભરેલા ખાડામાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. તેના લીધે બસના કાચ તોડી ને તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં સ્થાનિકોમા આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો. કેટલાક તો આ ડ્રાઈવરને માર મારવા સુધીની વાત કરતા જોવા મળી ગયા હતા.
તમને જણાવી દઈએ કે, મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હોવાની જાણકારી સામે આવી છે. ઓલપાડ તાલુકાના નરથાન ગામ નજીક આવેલ મહારાજા અગ્રેસન સ્કુલની બસનો અકસ્માત સર્જાયો હતો. કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને ભરીને સ્કૂલે લઈ જઈ રહી હતી. તે સમયે પોલ લેન્ડનું કામ ચાલી રહ્યું હતું અને ખાડો ખોદવામાં આવેલો હતો. ચોમાસાના લીધે કામ બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે આ ખાડામાં બસ ખાબકી ગઈ હતી. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. સ્થાનિક લોકો દ્વારા બસમાં બેઠેલા તમામ ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.