GujaratJunagadhSaurashtra

જૂનાગઢ ASI ના મોત મામલે હાઇકોર્ટની ફટકાર બાદ DYSP અને PSI વિરુદ્ધ નોંધાયો ગુનો, જિલ્લા બહારના અધિકારીને સોંપાઈ તપાસ

જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ASI બ્રિજેશ લાવડિયાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. ત્યારે આ કેસમાં ASI ના પુત્રએ હાઇકોર્ટના દ્વાર ખખડાવતા હાઇકોર્ટે આ મામલે જૂનાગઢ પોલીસને ફટકારી લગાવી હતી. જેને પગલે હાલ આ કેસમાં DySP ખુશ્બુ કાપડિયા તેમજ PSI વી.એમ.ખાચર વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ જૂનાગઢ રેન્જ IG એ જિલ્લા બહારના પોલીસ અધિકારીને સોંપી છે. રેન્જ આઈજીએ આ કેસની તપાસ પોરબંદરના DySP નિલમ ગૌસ્વામીને સોંપી છે.

ઉલ્લેખનીય છે કે, ASI બ્રિજેશ લાવડીયા જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ કોલેજની વાનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. ગત માર્ચ મહિનામાં તેમનો મૃતદેહ વંથલી તાલુકાના શાહપુર નામના ગામ પાસે એક ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી બ્રિજેશ લાવડીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ત્યારે બ્રિજેશ લાવડિયાના શરીરના કેટલાક ભાગો પર ઈજાના નિશાન હોવાના કારણે તેમના પરિવારના લોકોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી. જોકે, પોલીસે આ મામલ ASI બ્રિજેશ લાવડિયાની મોતનું સાચું કારણ શોધવાની બદલે તેમણે 23 માર્ચના રોજ આપઘાત કર્યો હોવાનું જણાવીને આ કેસની ફાઈલ બંધ કરી આ ઘટનાને દબાવી દીધી હતી.

નોંધનીય છે કે, પોલીસે આ રીતે કેસની ફાઇલ બંધ કરી દેતા ASI બ્રિજેશ લાવડીયાના પુત્રએ આ મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અને ASI બ્રિજેશ લાવડીયાની મોતને લઈને તેણે DYSP ખુશ્બુ કાપડિયા અને PSI ખાચર વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. ત્યારે આ મામલે હાઇકોર્ટે પોલોસને ફટકાર લગાવી હતી. જેથી હાલ તો આ સમગ્ર મામલે dysp ખુશ્બુ કાપડિયા અને PSI ખાચર વિરુદ્ધ ગુનો નોંધીને આ સમગ્ર કેસની તપાસ પોરબંદરના Dysp નીલમ ગોસ્વામીને સોંપી છે.