નવસારી ના કુકેરી ગામના સરકારી આવાસની દીવાલ ધરાશાયી થતા દંપતી નું મૃત્યુ
રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં નવસારીમાં પણ પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે. એવામાં વરસાદના લીધે નવસારી ચીખલી તાલુકાના કુકેરી ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. વરસાદના લીધે દીવાલ ધરાશાયી થતા દંપતિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જાણકારી મુજબ, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામ આવેલ રેલ્વે ફળિયામાં આવાસ ની દીવાલ ધરાશાયી થતા આ ઘટના ઘટી હતી. દીવાલ ધરાશાયી થતા દરમિયાન આ દંપતિ આરામ કર્યું હતું અને એકાએક તેમના પર મોત નું તેડું આવી ગયું હતું. જેમાં અરવિંદ હડપતિ નામના વ્યક્તિનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
નોધનીય છે કે, આ અગાઉ નવસારી ના આરક સિસોદ્રા ગામમાં રાત્રે ઘરમાં સુતેલા પરિવારના સભ્યો પર ઘરની દિવાલ પડતા ત્રણ લોકો ઈજા પહોંચી હતી. આ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવાયા હતા. જ્યારે વરસાદી માહોલ વચ્ચે આવી દુઃખદ ઘટના ઓ સામે આવી રહી છે.