સુરતમાં રત્નકલાકારની એકની એક દીકરીએ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ….
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જયારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય વિદ્યાર્થિની દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. પરિવારની એકની એક દીકરી દ્વારા અંતિમ પગલું ભરતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
પરિવારના જણાવ્યા મુજબ, ધોરણ-12 માં ઓછા ટકા આવવાના લીધે તે ચિંતા રહેવા લાગી હતી. ડોક્ટર બનવાનું સપનું જોનારી દીકરીનું પરિણામ ખરાબ આવતા તે ચિંતામાં રહેવા લાગી હતી. MBBS બનવા ઈચ્છતી દીકરીને ધોરણ-12 અને NEET માં માર્ક્સ ઓછા આવતા તે ચિંતામાં હતી. એવામાં તને કંઈપણ ના સુજ્તા તેના દ્વારા આ માર્ગ અપનાવવામાં આવ્યો હતો.
મૃતક ક્રીનલના પિતા કિરીટ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, માતા બે દીકરાઓને શાળાએ મૂકવા ગઈ અને મોટી દીકરી ક્રીનલ તે દરમિયાન ઘરમાં એકલી હતી અને તે એકલતાના સમયમાં ક્રીનલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. માતા ઘરે આવી તો દીકરીને લટકતી હાલતમાં જોઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ બૂમાબૂમ થતા પાડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. દીકરીને પાડોશી દ્વારા ખાનગી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. તે દરમિયાન હાજર રહેલ તબીબ દ્વારા ક્રીનલને મૃત જાહેર કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, અમરોલી વિસ્તારમાં કિરીટ પ્રજાપતિ પત્ની, એક દીકરી અને બે દીકરા સાથે વસવાટ કરે છે. જ્યારે કિરીટ પ્રજાપતિ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. દીકરી ક્રીનલ દ્વારા હમણા જ ધોરણ 12ની પરીક્ષા આપવામાં આવી હતી. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 55 ટકા આવેલા હતા. જ્યારે નીટની પરીક્ષામાં 720 માંથી 352 માર્ક્સ ક્રીનલને આવ્યા હતા. ધોરણ 12 અને નીટની પરીક્ષામાં ઓછા માર્કસ હોવાના લીધે ક્રીનલ ચિંતામાં મુકાઈ ગઈ હતી. આ કારણોસર તેને ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.