GujaratRajkotSaurashtra

રાજકોટમાં મહિલા તબીબે ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે…..

રાજકોટ શહેરથી આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટમાં આવેલ સિનર્જી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી તબીબ તરીકે ફરજ બજાવનાર મહિલા દ્વારા પોતાના ફ્લેટમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સિનર્જી હોસ્પિટલના ઓપીડી વિભાગ અને ઇમર્જન્સી વિભાગમાં બિંદીયાબેન બોખાણી દ્વારા છેલ્લા એક વર્ષથી તબીબી સેવા આપવામાં આવી રહી હતી. જ્યારે તેઓ હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી પણ કરી રહ્યા હતા. મહિલા તબીબ બિંદીયાબેન બોખાણી માધાપર ચોકડી પાસે આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ આંગન-1 માં રહી રહ્યા હતા. ગઈકાલ રાત્રીના બિંદીયાબેનના માતા જાનુબેન બોખાણી દ્વારા દીકરીને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ દીકરી તેમનો ફોન ઉપાડ્યો નહોતો. આ બાબતમાં માતા દ્વારા બિંદિયાના પિતાને વાત કરવામાં આવી હતી. ત્યારે પાડોશીને વાતની જાણ કરવામાં આવી તો દરવાજો ખોલ્યો તો મહિલા ડોક્ટર ગળેફાંસો ખાયેલી હાલતમાં મૃત જોવા મળી હતી. જ્યારે પોલીસને તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમાં તેમને લખ્યું છે કે, ‘હું જિંદગીથી કંટાળી ગઈ છું, તમે બધા ખુશ રહેજો આમાં કોઈનો પણ વાંક નથી.’

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, બિંદીયાબેન બોખાણીના પિતા ગોવિંદભાઈ બોખાણી નિવૃત્ત શિક્ષક રહેલા છે. તે સાથે તેઓ સરપદડ નોકરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ગઈકાલના ગોવિંદભાઈ બોખાણી અને તેમના પત્ની જાનુબેન કોઈ કામસર જૂનાગઢ ગયેલા હતા અને ત્યારે ઘરમાં દીકરી એકલી રહેલી હતી. તે સમયે મહિલા તબીબ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.