GujaratRajkotSaurashtra

રાજકોટમાં પેટ્રોલપંપ પર કામ કરનાર મહિલા કર્મચારીને બે શખ્સોએ માર્યો માર, સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાયરલ

રાજકોટ શહેરમાં પેટ્રોલપંપનાં કર્મચારીઓ પર થતા હુમલાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ર જેટલી ઘટનાઓ છેલ્લા બે મહિનામાં સામે આવી ચૂકી છે. ત્યારે આજે સવારના જ સમય દરમિયાન પેટ્રોલપંપના કર્મચારી પર હુમલો થયો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં પેટ્રોલપંપ પર કામ કરનાર એક મહિલા કર્મચારી વાહનને આગળ લેવા માટે કહ્યું હતું. ત્યારે બે શખ્સોએ તે મહિલા પર હુમલો કરીને ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કાલાવડ રોડ કગતે આવેલ ઇન્ડિયન ઓઇલનાં પેટ્રોલપંપમાં સવારે 8.05 વાગ્યાના સમય દરમિયાન બે શખ્સ પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા. ત્યારે પેટ્રોલપંપના માહિલાકર્મીએ તેમને માત્ર આગળ જવા માટે કહ્યું હતું. ત્યારે મહિલા કર્મચારી પર પેટ્રોલ પુરાવવા આવેલ બંને શખ્સોએ હુમલો કરીને તેને માર માર્યો હતો. ફડાકાવાળી કરે છે. આ ઘટનાને લઈને પેટ્રોલપંપ પર કામ કરતા બીજા કર્મચારીઓ પણ વચ્ચે પડ્યા હતા. તેમછતાં પણ આ બંને શખ્સો સતત મહિલા કર્મચારીને માર મારી રહ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા. જેથી આ બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.

નોંધનીય છે કે, રાજકોટમાં ક્રાઇમ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાની થઈ રહેલી વાતો વચ્ચે શહેરમાં સતત મારામારી સાહિતીની અનેક ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. અને કાયદાનો જ્યારે કોઈ ડર જ ના હોય એમ જાહેરમાં મહિલા ઉપર પણ હુમલો કરતા ગુનેગારો અચકાતા નથી. ત્યારે પોલીસ આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને આવા શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે.