અમદાવાદના નરોડા વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેનાર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર મહિલા પોલીસકર્મી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા ઘર કંકાસના લીધે કરી હોવાનું જાણકારી સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, મૃતક પોલીસકર્મી આરતીબેન નરોડામાં આવેલા SRP ક્વાર્ટર માં રહી રહ્યા હતા. તેમના પતિ શૈલેષભાઈ બારૈયા 13 વર્ષથી SRP માં ફરજ પર રહેલા છે. હાલમાં તેમનું પોસ્ટિંગ પંજાબ ના ભટિંડા માં થયેલ છે અને તેઓ 45 દિવસની રજા લઈને ઘરે આવેલા હતા. જ્યારે બીજી તરફ આરતી બેન દ્વારા પણ બે દિવસની રજા લેવામાં આવી હતી.
જાણકારી મુજબ, વાસી ઉત્તરાયણના દિવસે આરતીબેન દ્વારા બહાર ફરવા જવાની જીદ કરવામાં આવી હતી અને તેમના પતિ દ્વારા તેમની આ વાત માનવામાં આવી નહોતી. તે દરમિયાન તેમના ઘરમાં આવેલા મહેમાનને શૈલેષભાઈ બસ સ્ટેન્ડ મુકવા માટે ગયા હતા. તે સમયે આરતીબેન ને માઠું લાગતા તેમને ગળે ફાંસો ખાઈને જીવન ટુકાવી દીધું હતું. શૈલેષભાઈ ઘરે આવ્યા ત્યારે તેમણે આરતીબેનનો મૃતદેહ લટકતો જોયો અને નીચે ઉતારી તે હોસ્પિટલ લઈને ગયા હતા. તે દરમિયાન ફરજ પર હાજર રહેલા તબીબો દ્વારા આરતીબેન મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આં મામલામાં નરોડા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતક મહિલા પોલીસના પતિ અને પરિવારના નિવેદન નોંધવામાં આવ્યા છે. આરતીબેન નો સ્વભાવ ગુસ્સાવાળો હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા પાછળ ફરવા જવાનો મુદ્દો છે કે પછી કોઈ તેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.