VadodaraGujarat

વડોદરા ના કારેલીબાગ વિસ્તારમાં ફ્રુટ ના વેપારી ની જાહેરમાં હત્યા

રાજ્યમાં સતત ક્રાઇમ ની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય નાં હોય તેમ ગુના ઓ આચરતા હોય છે. જ્યારે આજે આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરાના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સો દ્વારા યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. તેમ છતાં પોલીસ પહોંચે તે પહેલાં લોહી લુહાણ હાલતમાં ઘટનાસ્થળ પર જ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. યુવક ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ભરણપોષણ કરતો  હતો. પરિવાજનોમાં દીકરાના મૃત્યુથી શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી હત્યા કોણે કરી તે બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટનાની જાણકારી મળતા જ કારેલીબાગ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તેની સાથે DCP ઝોન 4 પન્ના મોમાયા પણ આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તે ફ્રૂટ નો વેપાર કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. નાઝિમ ના મૃત્યુના સમાચાર મળતા પરિવારજનોમાં દુખ નો પહાડ તૂટી પડ્યો હતો.

હાલમાં કારેલીબાગ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપી ઓ ને પકડવા તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ યુવક પર થયેલા હુમલા પાછળ કારણ શું? કોણે હુમલો કર્યો? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. યુવકના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવાયો છે.

આ મામલામાં ડીસીપી પન્ના મોમાયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોલીસ દ્વારા યુવકની હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ વ્યક્તિની વાત કરીએ તો તે ટેમ્પો ચલાવવાનું કામ કરે છે તેના દ્વારા તે ફ્રૂટ ની લારી અને ફ્રૂટ પહોંચાડવાની કામગીરી કરતો હતો. મૃતકના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી રહેલ છે.