GujaratMadhya Gujarat

બનાસકાંઠાના કાંકરેજના આકોલીમાં પાઈપમાં મોં ફસાઈ જતા બાળકીનું થયું મોત

મહેસાણાના કાંકરેજ થી એક દુઃખદ ઘટના સામે આવી છે. કાંકરેજમાં દોઢ વર્ષની બાળકીનું બોરની પાઈપમાં મોઢું ફસાઈ જવા લીધે બાળકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. એવામાં અઢી વર્ષના બાળકનું મોત થતા પરિવારજનોની સાથે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, મહેસાણા ના કાંકરેજ તાલુકાના આકોલી ના પૂર્વ સરપંચ ગાંડાજી ભારતસિંહ ના મોટા પુત્ર શંકરસિંહ ગોડાજી વાઘેલા ની દીકરી ખુશ્બુ કુવરબાના મહેસાણા ના મગુના માં લગ્ન થયા હતા. એવામાં આકોલી માં શ્રી રાધા કૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી. તેનો એક મહિનો પૂર્ણ થતા પ્રથમ વખત પૂનમના અવસર પર ગ્રામજનો દ્વારા જમણવાર રખાયો હતો.

તેના લીધે પ્રસાદ અને દર્શનનો લાભ મેળવવા માટે ખુશ્બુકુવરબા દોઢ વર્ષની દીકરી આદ્યશ્રીબા પ્રકાશસિંહ ઝાલા સાથે શુક્રવારના મામાના ઘરે આવ્યા હતા. એવામાં સાંજના સમયે આદ્યશ્રીબા ખેતરમાં રમી રહી હતી. એવામાં ખેતરમાં પાણીનો બોર ચાલુ હતો અને તેનું પાણી કુંડી માંથી નળ દ્વારા ખેતર ની અંદર જઈ રહ્યું હતું. તે સમયે આદ્યશ્રીબા રમતાં રમતાં નળ નજીક ચાલી ગયા અને તેમનુ મોઢું ફસાઈ ગયું હતું. તેમ છતાં પરિવારને આદ્યશ્રીબા ન દેખાતા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જ્યારે દોઢ વર્ષની બાળકીનું મોઢું નળ માં ફસાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, મામાના ઘરે આવેલ ભાણીબા આદ્યશ્રીબાનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક બાળકીને પોતાના માદરે વતનમાં લઈ જવામાં આવી હતી. મંદિર પ્રતિષ્ઠા નો મહિનો પૂર્ણ થતાં ગામમાં પૂનમના દિવસે જમણવાર હોવાના લીધે મહેસાણા થી પ્રસાદ લેવા માતા-પુત્રી સાથે પિયર આકોલી ગામે ગયેલા હતા.