India

ભારતીય સંસ્કૃતિ અને પાણીપુરી એટલી આવી પસંદ કે ફિલીપીન્સ ની યુવતીએ કરી લીધા ભારતના છોકરા સાથે લગ્ન

દેશમાં એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં બે અલગ અલગ દેશના લોકો એકબીજાના પ્રેમમાં પડે છે અને પછી સાત સમુંદર પાર કરીને એકબીજાને અપનાવે છે. આવી ઘટના છત્તીસગઢના રાજનાદ ગામમાં બની છે. અહીંના એક યુવક સાથે ફિલિપિન્સની યુવતીએ લગ્ન કર્યા છે. બને એ હિન્દુ રીતે રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.

અહીંના ભાવેશ ગાયકવડે ફિલિપિન્સની જીજેસ સાથે લગ્ન કર્યા છે. આ વિદેશી યુવતી બધું જ છોડીને ભારત આવી ગઈ છે અને તેણે લગ્ન કરીને અહીં જ વસી જવાનો નિર્ણય કર્યો છે. આ યુવતીને ભારતની સંસ્કૃતિ એટલી બધી ગમી કે તેણે અહીંના લગ્નમાં થતી બધી જ વિધિ પ્રમાણે લગ્ન કર્યા.

તેના લગ્ન માટે તેના પરિવારના લોકો પણ ભારત આવ્યા હતા. બંને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે 14 જાન્યુઆરીએ લગ્ન કર્યા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની લવ સ્ટોરી તરકીની એક મર્ચન્ટ શિપ પર શરૂ થઈ હતી. અહીં બંને તાલીમ માટે આવ્યા હતા અને આ દરમિયાન તેમની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. જ્યારે તાલીમ પૂરી થઈ ગઈ પછી પણ તેઓ એકબીજાના સંપર્ક પર રહ્યા અને એકબીજા માટેના પ્રેમનો અનુભવ કર્યો.

મહત્વનું છે કે ફિલિપિન્સમાં યુક્તિઓને લવ મેરેજ કરવાની પરવાનગી નથી હોતી તેથી ભાવેશ અને જીજેલે ભારતમાં આવીને લગ્ન કર્યા. યુવતીએ તેના પરિવારજનોની અનુમતિ લીધી હતી અને તેના પરિવારને પણ ભાવેશ પસંદ હતો તેથી બધા જ લોકો ભારત આવ્યા અને ભારતમાં ધામધૂમથી બંનેના લગ્ન થયા.