GujaratSaurashtra

મહુવામાં યુવતીને સેલ્ફી લેવું પડ્યું ભારે, સાતમાં માળથી પટકાતા યુવતીનું કરુણ મોત

રાજ્યમાં હાલ ચારોતરફ વરસાદી માહોલ બન્યો છે. તેને લીધે લોકો વરસાદી માહોલ ઉત્સાહિત છે. એવામાં લોકોને ખાસકરીને સેલ્ફી ક્લિક કરવાનો અનેરો શોખ રહેલો છે. પરંતુ મહુવામાં ૧૭ વર્ષની યુવતીને સેલ્ફી લેવી ભારે પડી છે. કેમ કે સેલ્ફી લેતા દરમિયાન મહુવામાં રહેનાર સ્વાતિબેન રમેશભાઈ નામની બ્રાહ્મણ યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહુવાના સોસાયટી વિસ્તારમાં આવેલા સાતમાળની બિલ્ડીંગમાં સ્વાતિબેન રમેશભાઈની યુવતી યોગી ફ્લેટમાં વસવાટ કરે છે. તે પોતાના મોબાઈલથી સાતમા માળની અગાસી ઉપર જઈ સેલ્ફી લેવા માટે ગઈ હતી પરંતુ આ દરમિયાન તેનો પગ લપસી જતા તે સાતમાં માળથી પડી ગઈ હતી. તે કારણોસર તેનું કરુણ મોત નીપજ્યું છે.

ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ બનેલો છે. તેના લીધે આ યુવતી સેલ્ફી લેવા માટે ગઈ હતી અને પગ લપસી જતા સાતમાં માળથી યુવતી પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેના પરિવારને આ મામલામાં જાન કરવામાં આવી હતી. ત્યારબાદ તેને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હાલમાં આ ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.