GujaratSouth GujaratSurat

મિત્રને ઉધાર રૂપિયા ના આપવા પડે તે માટે પોતાની જ પત્ની સાથે પતિએ કર્યું એવું કામ કે…

સુરત શહેરના કતારગામથી એક આશ્ચર્યચકિત કરનારી વાત સામે આવી છે. કતારગામમાં રહેનાર એક મહિલાના પતિ મુકેશ પરમાર દ્વારા તેના મિત્ર રમેશ શિંગાળા પાસેથી 20 હજાર રૂપિયા ઉધાર લેવામાં આવ્યા હતા. આ 20 હજાર રૂપિયા ચૂકવી ન શકતા મહિલાને તેના પતિ દ્વારા તેના મિત્રને હવાલે કરી દેવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં મહિલા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મહિલાની ફરિયાદ મુજબ, મહિલાના પતિ મુકેશ પરમાર દ્વારા રમેશ શિંગાળા પાસેથી નામના મિત્ર પાસેથી 20 હજાર રૂપિયા ઉધાર લેવામાં આવ્યા હતા. મહિલાના પતિ દ્વારા 20 હજાર રૂપિયા ઉધાર લીધાના થોડા દિવસ પછી રમેશ શિંગાળા નામના વ્યક્તિના મહિલાના ઘરમાં આટાફેરા પણ વધી ગયા હતા અને ઉધાર આપેલા 20 હજાર રૂપિયાની ઉઘરાણી શરુ કરી નાખી હતી. મહિલાના પતિ પાસે પૈસા ન હોવાના કારણે મુકેશે વિચિત્ર માંગણી કરી હતી. 20 હજાર રૂપિયા ઉધાર આપ્યા હોવાના કારણે મુકેશે તેના મિત્રની પત્ની સાથે શારિરીક સબંધ બાંધ્યા હતા અને તે મહિલાનો પતિ ઘરમાં જ રહેલો હતો.

મહત્વની વાત એ છે કે, મુકેશ અવારનવાર ઉધાર આપેલા રૂપિયાને પરત મેળવવા માટે તેના મિત્રના ઘરે આવી જતો હતો અને તેનો મિત્ર પૈસા આપે નહીં તો તેના મિત્રની પત્ની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો રહેતો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મુકેશે મિત્રની પત્ની પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની જાણકારી સામે આવી છે.

તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, મહિલાના પતિએ હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર પાસેથી પણ 40,000 ઉધાર લીધા હતા. આ રકમની મેનેજર પણ ઉઘરાણી કરવા માટે આવ્યો હતો. તે સમયે  પતિએ મેનેજરને જણાવ્યું હતું કે, મારી પાસે પૈસા નથી પરંતુ આ મારી પત્ની રહેલ છે તેને રાખો, જેથી મેનેજર જણાવ્યું કે, હું પૈસા લેવા આવ્યો છું તમારી ઘરવાળી લેવા આવેલ નથી. તેવું કહીને ચાલ્યો ગયો હતો.

જાણકારી મુજબ, પતિ દારૂડિયો હતો અને પતિની આવી હરકતોથી કંટાળીને પત્નીએ 2020 માં છૂટાછેડા લેવાનું મન બનાવી લીધું હતું. પરંતુ પરિણીતાના પિયરના લોકો છૂટાછેડા લેવાની ના પાડી અને પતિનો પક્ષ તે સમયે લીધો હતો. પત્નીએ બીજા લગ્ન કરી લીધા છે એવું કહીને પતિ તેને બદનામ કરતો રહેલો હતો.

પરણીતા દ્વારા આ મામલામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના આધારે પોલીસ દ્વારા પતિ અને પતિના મિત્ર રમેશ શિંગાળા સામે દુષ્કર્મ, ધમકી અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.