Vadodara

વડોદરા જિલ્લાના હાંસાપુરા ગામમાં પ્રેમસંબંધના લીધે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. વડોદરાના વાઘોડિયા તાલુકામાં હાંસાપુરા ગામમાં મધરાત્રીના પતિ દ્વારા પત્ની ના ગળામાં ચાકૂ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખી હોવાનું સામે આવ્યું છે. પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોના લીધે  આ હત્યાનો બનાવ બન્યો હતો. હાલમાં પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જાણકારી મુજબ, હાંસાપુરા ગામમાં રહેનાર રઘુવીર સિંહ ઉર્ફ રઘુ વિજયસિંહ ચૌહાણ ના લગ્ન અઢી મહિના પહેલા સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની 21 વર્ષીય સ્નેહા સાથે લગ્ન થયા હતા, અઢી મહિનાના લગ્નજીવનના સમયગાળામાં સ્નેહાને પતિ રઘુના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી. તેના લીધે બંને વચ્ચે ઝઘડાઓ શરુ થઈ ગયા હતા. તેની સાથે સ્નેહા દ્વારા પતિને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને સમાપ્ત કરવાનું કહ્યું હતું. પતિ દ્વારા પણ પત્ની સ્નેહાને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ ભૂલી જવા માટે ખાતરી આપવામાં આવી હતી. પરંતુ પ્રેમમાં અંધ બનેલ પતિ અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને તોડ્યા નહીં અને વાતચીતની સાથે મળવાનું ચાલુ રાખ્યું હતું. તેના લીધે સ્નેહા દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવ્યો હતો.

તેની સાથે ગઈ કાલના રાત્રીના રઘુ અને સ્નેહા વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચે થયેલા ઝઘડામાં ગુસ્સે થયેલા પતિ રઘુ દ્વારા પત્ની સ્નેહાના ગળામાં ચાકુ વડે હુમલો કરી દીધો હતો. તેના લીધે પત્ની સ્નેહાની મોતને ભેટી હતી. જ્યારે આ ઘટનાની જાણ મકાનના અન્ય રૂમમાં સુતેલા માતા-પિતા તેમજ બહેનને થતા તેઓ રૂમમાં પહોંચી આવ્યા હતા. તેમને જોયું તો લોહીથી લથપથ સ્નેહાની લાશ રહેલી હતી. આ મામલામાં હાંસાપુરા ગામમાં શોકમય વાતાવરણ બની ગયું હતું. આ ઘટનાની જાણ થતા જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યા કરનાર પતિ રઘુવીર સિંહ ઉર્ફ રઘુ ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી.