વડોદરાના હરણી તળાવમાં સર્જાઈ મોટી દુર્ઘટના, વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી જતાં એકનું મોત, પાંચ લાપતા
વડોદરાના હરણી લેક ઝોન ખાતે ના તળાવમાં મોટી દુર્ઘઘટના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિધાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 5 વિદ્યાર્થીઓ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, દુર્ઘટનાની જાણકારી મળતા જ હરણી લેક ઝોન ખાતે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી છે.. આ સાથે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી છે. બોટ પલટી લોકોના ટોળે-ટોળા તળાવે દોડી આવ્યા છે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ ના વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવેલા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. એક બોટમાં શિક્ષક સહિત 25 થી વધુ વિદ્યાર્થીઓ સવાર રહેલા હતા અને એક પણ વિદ્યાર્થીએ લાઇફ જેકેટ પહેર્યું નહોતું.