VadodaraGujarat

વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ શિક્ષણ સમિતિએ લીધો મોટો નિર્ણય

વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. એવામાં આ બનાવ બાદ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હરકતમાં આવી છે. શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ છ થી આઠ ના બાળકોને અને શિક્ષકોને સ્વિમિંગની તાલીમ આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ સમિતિના કહેવા મુજબ, શિક્ષકો જ્યારે બાળકોને શૈક્ષણિક હેતુસર પ્રવાસે લઈ જાય છે તે દરમિયાન આ પ્રકારની સ્વિમિંગની તાલીમ લીધી હોય તો સારું રહેશે. કોર્પોરેશન હસ્તક જે સ્વિમિંગ પુલો આવેલા છે ત્યાં આ તાલીમ આપી શકાય છે. કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ બાળકો અને શિક્ષકોને ક્યારે અને કેવી રીતે તેમજ કેટલા સમય માટે તાલીમ આપવામાં આવે તેને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે.  સ્વિમિંગ પૂલમાં સક્રિય સભ્યો સિવાય શહેરીજનો પણ સ્વિમિંગ કરવા માટે આવતા હોય છે, તેની સાથે જુદી જુદી બેચ નક્કી કરવામાં આવેલી હોય છે, માટે શિક્ષકો અને બાળકોને સ્વિમિંગ માટે કઈ રીતે સમય ફાળવાય છે તે અંગે પણ વિચારવું પડશે અને તેના આધારે સ્વિમિંગની તાલીમનો નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલ ના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે  બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા