GujaratMadhya Gujarat

થરાદ-ધાનેરા હાઈવે પર સર્જાયેલા જીવલેણ અકસ્માતને લઈને થયો મોટો ખુલાસો

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠાના ધાનેરા થી સામે આવ્યો હતો.

બનાસકાંઠાના ધાનેરામાં કાર અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યાં હોવાના જાણકારી સામે આવી હતી. જ્યારે આ અકસ્માતમાં ત્રણને ઈજા પહોંચી હતી. દુકાનોના શેડ તોડીને જીપે પલટી ખાધી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

જ્યારે હવે આ ઘટનાને લઈને મોટી જાણકારી સામે આવી છે. પોલીસ જ્યારે દારૂ ભરેલી ગાડી નો પીછો કરી રહી હતી, તે વખતે આ ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 3 પોલીસના બાતમીદારના મૃત્યુ નીપજ્યા છે . જ્યારે અકસ્માતમાં 4 પોલીસકર્મીને ઈજા થઈ છે. કાર ત્રણ દુકાન ના શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. ચોરા પરબડી થી દારૂની ગાડી નો પીછો કરતા સમયે કારે પલટી ખાધી હતી. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ધાનેરા થરાદ હાઇવે પર સવારના ચાર વાગ્યાનો સમયગાળાએ સ્કોરપિયો કારે પલટી ખાધી હતી. ગાડી પલટી ખાઈ જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોએ ભારે ઈજા પહોંચી હતી.

ઘટનાને જાણકારી સામે આવી છે કે, ફૂલ ઝડપે આવી રહેલ સ્કોરપિયો ગાડીએ ત્રણ દુકાનોના સેડ અને એક દુકાનનું શટર તોડી ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. મૃતકો પમરું ગામના હોવાની જાણકારી સામે આવી છે.