GujaratSouth GujaratSurat

પરણિત યુવકે બીજી યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા અને પછી…

ગુજરાતના સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીત પુરુષે તેની ગર્લફ્રેન્ડ સાથે જબરજસ્તી કરીને શારીરિક સંબંધ બાંધ્યા અને ત્યારબાદ તેના ગુપ્તાંગના ભાગમાં મરચાનો પાવડર નાખ્યો હતો. હાલ તો પીડીતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે બળાત્કાર તેમજ ત્રાસનો ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલ સુરત શહેરના ઓલપાડ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનો છે. જેમાં એક પરિણીત યુવકે તેના નજીકના ગામમાં વસવાટ કરતી બીજી યુવતી સાથે મિત્રતા કરી હતી. પરંતુ યુવક પરિણીત છે તેવી જાણ થતાં જ યુવતીએ પરણિત યુવકથી પોતાને દૂર કરીને તેનાથી સંપર્ક ઓછો કરી દીધો હતો. જો કે, એક દિવસ પરિણીત યુવકે કથિત રીતે એક દિવસ જબરજસ્તી કરીને ઝરીરીક સબંધ બાંધ્યા હતા અને બાદમાં યુવતીના ગુપ્તાંગના ભાગમાં મરચાંનો પાવડર નાખી દીધો હતો.

નોંધનીય છે કે, પરણિત યુવકે યુવતીના ગુપ્તાંગમાં મરચાની ભૂકી ભરી દેતા યુવતીની તબિયત લથડી હતી. જેથી પીડિત યુવતીને તત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઓલપાડ પોલીસે હાલ તો મામલે ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.